Liaison Services, Project Viability Reports, Property Knowledge by autoscale, Real Estate Services in Gujarat, Rera Consultant, Services, Survey of Land and Building, Valuations of Land and Immovable Properties

ગુજરાતના શહેરો માટેનો નવો કોમન GDCR અમલમાં…

         ગુજરાતના આઠ મહાનગરો, ૨૩ શહેરી વિસ્તાર સત્તામંડળો અને ૧૬૨ નગરપાલિકા વિસ્તારોમાં આવાસ સહિતની બાંધકામ પ્રવૃત્તિ માટે નવા કોમન GDCR (કોમન જનરલ ડેવલપમેન્ટ કન્ટ્રોલ રેગ્યુલેશન્સ)ને ૩૧ માર્ચને શનિવારથી લાગુ કરવાની જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી છે.

         શનિવારથી લાગુ થતાં કોમ્પ્રિહેન્સિવ જીડીસીઆર પૂર્વે જેમણે નિયમોનુસાર મંજૂરીઓ લઇને બાંધકામની શરૂઆત કરી છે તેમને અડચણ ઊભી ન થાય તે માટે જે નિયમો મુજબ મંજૂરી મેળવી હોય તે નિયમો મુજબ બાંધકામ ચાલુ રાખી શકશે અથવા તો રિવાઇઝ્ડ પરવાનગી મેળવી શકે તેવી મહત્વની છૂટછાટ આપી છે. આની સાથે હવે નવા આવાસોમાં પાણી બગાડને અટકાવવા સિંગલ ફ્લશ ટોઈલેટને બદલે ડબલ ફ્લશ ટોઈલેટ કમોડ જ મુકવા ફરજિયાત કરી દેવાયું છે.

   જૂન ૨૦૧૭માં રાજ્યના કેબિનેટમાં શહેરી વિસ્તારો માટે કોમન જીડીસીઆર માટેની દરખાસ્ત અને મુસદ્દાને મંજૂરી અપાઈ હતી, આ પછી તેનો બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલા તજજ્ઞો, નિષ્ણાતો અને બાંધકામ ઉદ્યોગના અગ્રણીઓ સાથે પરામર્શ સૂચનો મેળવી ફેરફારો સાથે તેને મુખ્યમંત્રી રૂપાણીએ મંજૂરી આપી હતી. નવા સુધારાથી શહેરોના સુવ્યવસ્થિત વિકાસ સાથે બાંધકામો માટેની લાંબા સમયથી પડતર અરજીઓનો નિકાલ થતાં ઉદ્યોગમાં પ્રવર્તતી શિથિલતા દૂર થશે. ફ્રંટેજ, પ્લોટની સાઇઝ, માર્જિન, બાંધકામની ઊંચાઇ, મળવાપાત્ર જમીનનો ઉપયોગ વગેરે મુદ્દે પ્રવર્તતી વિસંગતાને નવા જીડીસીઆરમાં દૂર કરાઈ છે.

   સૌથી નોંધનીય બાબત એ છે કે સૌરાષ્ટ્રમાં પ્રણાલિકાગત રહેણીકરણી મુજબ વર્ષોથી વધુ ઊંડાઇના પ્લોટમાં લોકો વસવાટ કરતા હોય છે જેને ધ્યાને રાખી લંબાઇ-પહોળાઇનો ગુણોત્તરને રદ કરતાં હવે અનેક લોકો જૂના પ્લોટ ખરીદેલા હોય તેવા પ્લોટમાં વિકાસ કરી શકશે. નાના પ્લોટમાં આવાસ બની શકે માટે ૬૦ ચોમી થી ૩ મીટર અને ૧૦૦ ચોમી સુધી હોય તો તે માટે ૪.૦ મીટર ફ્રન્ટેજ હોય તો પણ મકાન બનાવી શકે એવો મહત્વનો સુધારો કરાયો છે.

– ભૈાગોલિક અને સામાજિક રચના મુજબ લોકોની રહેણીકરણીને ધ્યાને લઇ, પ્લોટના અગ્ર ભાગના માર્જિનમા દાદર આપવા માટેની છૂટછાટ.

– મધ્યમવર્ગના લોકોને સસ્તા મકાનો મળે એ માટે વધુ જમીન ઉપલબ્ધ થશે, ફ્રંટેજ, પ્લોટની સાઇઝ, માર્જિન, બાંધકામની ઊંચાઇ, મળવાપાત્ર ઉપયોગમાં લેવાયેલી જમીન વગેરેની વિસંગતતા દૂર કરાઇ.

– મધ્યમવર્ગને સસ્તા મકાનો મળી રહે તે માટે વધુ જમીન ઉપલબ્ધ થાય તે હેતુથી અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, જુનાગઢ, ગાંધીનગર મહાનગરપાલિકા અને સ્વતંત્ર સતામડળ સિવાયના અ, બ, ક અને ડ વર્ગની તમામ મહાનગરપાલિકાઓમા ૨૫ ટકા કપાત ન કરતા, ફકત વાહન વ્યવહાર સરળતા માટે લઘુત્તમ ૧૨ મી. ક્રોસ ઓવર રોડ રાખવા અંગેની જોગવાઇ કરતા વિકાસ માટે વધુ જમીન ઉપલબ્ધ થશે અને મકાનોની કિંમતો ઘટશે.

– ગામતળમા વર્ષોથી જે વ્યવસ્થા ચાલતી આવેલી છે તેમા માર્જિન રાખવા માટેની જોગવાઇને રદ કરી, સરળીકરણ કરાયું છે અને રસ્તા પર ગીચતા ઓછી થાય તે માટે સેટબેકનો નિયમ દાખલ કરાયો. સાથોસાથ હવા ઉજાશ જળવાઇ રહે અને જૂની પ્રણાલિકા જાળવવા ૨૫ ટકા જગ્યા ખુલ્લી રાખી ૭૫ ટકા ભાગમા બાંધકામ કરી શકાશે.

– લે-આઉટ, આંતરિક રસ્તાઓ અને સબ પ્લોટિંગમા રસ્તાની લંબાઇના સંદર્ભે પહોળાઇ રાખવા માટેની અસ્પષ્ટતા દૂર કરતા વધુ સરળીકરણ અને સ્પષ્ટીકરણ કરાયું છે.

– પ્રણાલીગત મકાન વ્યવસ્થા મુજબ મકાનો બનાવવાને પ્રોત્સાહન આપવા માટે, રો-હાઉસ, ટેનામેન્ટ (રહેણાક અને ઇન્ડસ્ટ્રીયલ) પ્રકારના બાંધકામો માટે નવી જોગવાઇ કરાઈ છે.

– મધ્યમવર્ગના લોકોને રોજગારી અને વેપાર કરી શકે તે માટે ૧૨ મી. અને તેનાથી પણ નાના રસ્તા પર જરૂરી સેટબેક મૂકી વાણિજયના ઉપયોગ મળવાપાત્ર બનશે.

– શહેરોમા પાર્કિંગની સુવિધા વધે તે માટે સ્ટેક (મિકેનાઇઝડ) પાર્કિંગ ઊભા થાય તે માટે પાર્કિગ ફલોરની ઊંચાઇમાં ૨.૮ મીટરના બદલે વધારીને ૪.૫ મીટર કરાઈ.

– મોટા કોર્મશિયલ કોમ્પલેક્ષ, ટેક્ષટાઇલ માર્કેટ તથા મોલમાં ખરીદી માટે આવનારાઓને અડચણ રૂપ ન થાય તે માટે તેમજ માલ-સામાન યોગ્ય રીતે વહન થઇ શકે તે માટે લોડિંગ-અનલોડિંગની વ્યવસ્થા બેઝમેન્ટમા કરી શકાશે.

– ૩૦૦ ચો.મી. ના પ્લોટમા નાના અને મધ્યમ વર્ગના મકાનોની જરૂરિયાતોને ધ્યાને લેતા અગ્ર ભાગમા અને અન્ય બાજુઓમા જૂની વ્યવસ્થા મુજબ ૨.૨૫ મી. નું એકથી વધુ માર્જિન રાખવાની વ્યવસ્થા હતી તેના બદલે ૨.૦ મી. સુધીનું જ માર્જિન રાખવાની વ્યવસ્થા કરી શકાશે.

– સામાન્ય પ્રજાને પ્લોટમાં વધુ બાંધકામ મળી શકે તે માટે ૨૫ ચો.મી. સુધીના પ્લોટમાં રસ્તા તરફના માર્જિન સિવાય તમામ માર્જિન મુકવામાથી મુક્તિ.

– લોકોને પરવડે તે મુજબના મકાનો બની શકે અને હવા ઉજાસ જળવાઇ રહે તે માટે રેસિડેન્શિયલ.

– એફોર્ડેબલ હાઉસિંગની જોગવાઇમાં સ્ટેરકેસ, પેસેજ, અને કોરીડોરને એફ.એસ.આઇ.માંથી બાદ આપવાની જોગવાઇ સૂચવેલ છે. નાના મકાનના વપરાશ કરતા લોકોને પ્લે. ગાઉન્ડ વધુ મળે તે માટે કોમન પ્લોટની જોગવાઇ ૮ ટકાના બદલે ૧૦ ટકા કરવામા આવી.

– કુંટુબમાં વૃધ્ધિ થતાં સામાન્ય લોકોને હયાત મકાનમાં પ્રથમ માળ બનાવી શકે તે માટે, તમામ શહેરમાં નાના ૧૦૦ ચો.મી. સુધીના ક્ષેત્રફળ ધરાવતા પ્લોટોમા મકાનને અડીને ૧ મી. ની પહોળાઇનો દાદર મળવાપાત્ર બનશે.

– નાના મકાનોની રહેણીકરણીને લક્ષમા લઇને પ્લોટના આંતરીક રસ્તાથી માર્જિન રાખવાથી મુકિત મળતા રાહત થશે.

– થીક પ્લાન્ટેશન માટે અલાયદી જમીન ૬ ટકા રાખવાને બદલે ખરેખર વૃક્ષારોપણ થાય અને પર્યાવરણની વધુ જાળવણી થઇ શકે તે હેતુથી વૃક્ષો રોપવાનીની જોગવાઇ કરતા, વૃક્ષોની સંખ્યામા વધારો થશે.

 


Property Knowledge By Autoscale.


www.auoscale.in

Tagged , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ,

About admin

One stop solution for real estate Developers. Vision to setup new benchmark in the field of real estate developers through just one click on our website.
View all posts by admin →

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *