ગુજરાતમાં ત્રિસ્તરીય પંચાયતી માળખા ની પ્રદ્ધતી છે જેમાં
1. ગ્રામપંચાયત.
2. તાલુકાપંચાયત.
3. જીલ્લાપંચાયત.
> ગ્રામસભા :-
ગામની મતદાર યાદી માં નોધાયેલા તમામ લોકોની બનેલી સંસ્થા છે.
આ સભા માં ગામની કોઈપણ વ્યક્તિ હાજર રહી શકે છે.
આ સભા માં સભાના અધ્ય્ક્ષ (સરપંચ) નો નિર્ણય આખરી રહે છે.
> ગ્રામસભા નું કાર્યક્ષેત્ર :-
હિસાબી બાબતો ,ઓડીટ એહવાલ ,વિકાસ કાર્યક્રમો વગેરે.
> ગ્રામસભા ની બેઠક :-
દર વર્ષે ઓછા માં ઓછી 2 સામન્ય ગ્રામ સભા બેઠકો સરપંચ , અસામન્ય બેઠક ગમે ત્યારે બોલાવી શકે છે.
પેહલી સામન્ય બેઠક , 1 એપ્રિલ થી 2 મહિના માં (31 મેં સુધી )
2 સામન્ય બેઠક વચ્ચેનો સમયગાળો ઓછા માં ઓછા 3 મહિના હોય છે.
> અધ્ય્ક્ષ :-
સરપંચ ( સરપંચની ગેરહાજરી માં ઉપસરપંચ બન્ને ની ગેરહાજરી માં સભાના ઉપસ્થીત ગ્રામપંચાયત ના સભ્યો માંથી કોઈ પણ 1 ને અધ્ય્ક્ષ ચૂંટી સભા આગળ વધારાય છે ).
ગ્રામપંચાયત :-
દરેક ગામે 1 પંચાયત હોય છે.
પંચાયત ના સભ્યો ની સંખ્યા ગામની વસ્તી ને આધારિત હોય છે.
ઓછામાં ઓછા 7 સભ્યો , અને વસ્તી 3000 થી વધે તો દર 1000 વ્યક્તિ દીઠ (1000 કે તેના ભાગ દીઠ ) 2સભ્ય વધુ
સરપંચની ચુંટણી ગામના તમામ મતદાર મળી ને કરે ( આખું ગામ મળી ને).
> પંચાયત ના સભ્ય :- જે તે વોર્ડવાર ચુંટાઈ છે.
> ઉપસરપંચની ચુંટણી :- જે તે વોર્ડમાંથી ચુંટાયેલ સભ્યો ઉપસરપંચ ચુંટે છે.
> પંચાયત માં સભ્યો ની બહારની કોઈપણ વધુમાં 2 વ્યકિત ને આમંત્રિત કરી શકાય ,જે માટે બેઠક માં ભાગ / ચર્ચા કરી શકે પણ બહારની વ્યકિત જે સભ્ય નથી મત ન આપી શકે.
મકાનોના બાંધકામ પર ગ્રામ પંચાયત નું નિયંત્રણ :-
– ગ્રામ પંચાયત વિસ્તારમાં કોઈ પણ જાતના મકાન બાંધકામ માટે ગ્રામ પંચાયતની પરવાનગી લેવી ફરજીયાત છે.
– બાંધકામ કરવા પંચાયત ને અરજી કરવાની રહે છે, જે 30 દિવસમાં પાંચયત નિર્ણય આપે છે.
મકાન બાંધકામ નિયંત્રણ અંગે પાંચયત ની સત્તાઓ :-
– મકાન બાંધવા / ફેરફાર કરવા પરવાનગી લેવી જરૂરી છે.
– અરજી મંજુર / નામંજૂર નો નિર્ણય 30 દિવસમાં ન આવેતો મંજુરી મળી ગયી તેમ સમજવું.
– આ અરજી મંજુર થયે તારીખ તજી 1 વર્ષ માં અરજી ની શરત અનુસાર બાંધકામ કરવામાં ન આવેતો નવેસર થી પરવાનગી લેવી પડે
– અરજી અર્થે ગ્રામ પંચાયત માં નિર્ણય સામે વાંધો હોય તો 30 દિવસ માં જીલ્લા પંચાયત ના નિર્ણયો સામે વાંધો હોય તો રાજ્ય સરકાર ને અરજી કરવી.
Property Knowledge By Autoscale