Liaison Services, Project Viability Reports, Property Knowledge by autoscale, Real Estate Services in Gujarat, Rera Consultant, Services, Survey of Land and Building, Valuations of Land and Immovable Properties

દસ્તાવેજની નોંધણી, સ્ટેમ્પ ડયુટી, જંત્રી અને બિનવપરાયેલ સ્ટેમ્પનું રીફંડ વીષે જાણકારી – ઓટોસ્કેલ

દસ્તાવેજની નોંધણી બાબત :

સ્થાવર મિલકતના બક્ષીસનામા, એકસો રૂપિયાથી વધુ કિંમતના હક્કને લગતા બિનવસીયતી લેખ તથા એક વર્ષથી વધુ સમયના પટ્ટાને લગતા દસ્તાવેજોની નોંધણી કરાવવી ફરજિયાત છે. જયારે સમાધાનખત, શેર, દસ્તાવેજ, ડિબેન્ચર, ગીરો પહોંચ જેવા દસ્તાવેજોને નોંધણીમાંથી મુકિત અપાવેલ છે.

દસ્તાવેજની નોંધણી કોની પાસે કયાં કરાવી શકાય? :

દસ્તાવેજોની નોંધણી સ્થાનિક સબરજીસ્ટ્રારની કચેરીમાં નોંધાવી શકાય છે. કોઈ ખાસ કારણ દર્શાવવામાં આવે તો રજીસ્ટ્રાર અધિકારી પક્ષકારના રહેઠાણના સ્થળે જઈને પણ દસ્તાવેજ માટે નોંધણી માટે સ્વીકારી શકે છે.

દસ્તાવેજ નોંધણી માટે કોણ રજૂ કરી શકે ?, તથા તેની કાળજી :

દસ્તાવેજ કરી આપનાર કે કરાવી લેનાર પક્ષકાર તેમના પ્રતિનિધિ, કુલમુખત્યાર નામુ ધારણ કરનાર સગીર, મંદબુધ્ધિ અથવા પાગલ વ્યકિત દસ્તાવેજ કરી આપવા માટે સક્ષમ નથી.

બિનવસીયતી દસ્તાવેજમાં મિલકત ઓળખી શકાય તેટલુ વર્ણન, ચતુર્સીમા, સરવે નંબર, બ્લોક નંબર, ક્ષેત્રફળ તથા હાલના અને પહેલાંના ભોગવટેદારના નામઠામ દર્શાવવા જોઈએ.

દસ્તાવેજ સ્વચ્છ, સુધડ અને સુવાચ્ય હસ્તાક્ષરમાં કે ટાઈપ કે પ્રિન્ટ થયેલો હોવો જોઈએ. દસ્તાવેજમાં બે લીટી વચ્ચે કોઈ લખાણ હોય, કોરી જગ્યા હોય, છેકછાક કે ફેરફાર કરેલું લખાણ હોય તો આવી જગ્યાએ દસ્તાવેજ કરી આપનારની ટૂંકી સહી હોવી જોઈએ.

દસ્તાવેજના લેખ ઉપરની સ્ટેમ્પ ડ્યુટી કોણે ભરવાની રહે છે? :

વહીવટીખત, હક્કપત્રક અનામત, ગીરો રાખવા માટેની કબૂલાત, બોન્ડ, બોજો, ગીરોખત, ફારગતી વ્યવસ્થા પત્ર જેવા લેખ લખનાર અથવા કરનાર વ્યકિતએ સ્ટેમ્પ ડ્યુટી ભોગવવાની રહે છે.

સ્ટેમ્પ ડ્યુટીની ગણતરી જંત્રી મુજબ ગણવાની હોય છે. :

સરકારે મિલકતોની બજારકિંમત નક્કી કરવા માટે તમામ ગામ અને શહેરની વોર્ડ તથા વિસ્તારવાઈઝ તમામ પ્રકારની મિલકતની અંદાજિત બજાર કિંમત અત્યંત આધુનિક વૈજ્ઞાનિક પધ્ધતિથી નક્કી કરીને જંત્રી (કોષ્ટક / ભાવપત્રક) તૈયાર કર્યું છે. જેમા સરવે નંબર, બ્લોક નંબર, સિટી સરવે નંબર, ગામવાઈઝ, પોતાની જમીન, બિનખેતીની જમીન, પ્લોટ, ફલેટ, દુકાન, ઓફીસ, ફેકટરી એમ સર્વે પ્રકારની કેટેગરી મુજબ ભાવો (જંત્રી-ભાવપત્રક-કોષ્ટક) નક્કી કરેલાં છે.

આ જંત્રી દરેક તાલુકાના સબરજીસ્ટ્રાર તથા નાયબ કલેક્ટર (સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન તંત્ર)ની કચેરીમાં રાખવામાં આવે છે. આ જંત્રી જાહેર જાણ માટે ખુલ્લી રાખવામાં આવે છે. અને કોઈપણ વ્યકિત જંત્રીના ભાવો જોવા માંગે તો બતાવવાના હોય છે. આ જંત્રીનો ઉપયોગ ફકત સ્ટેમ્પ ડ્યુટી વસુલાતના હેતુ માટે જ કરવાનો રહે છે.

ખરીદેલ સ્ટેમ્પ વાપરવાના ન હોય તો રીફંડ મળી શકે છે? :

જો કોઈ ખરીદેલ સ્ટેમ્પ બગડ્યા ન હોય, ધારેલા કામ પ્રમાણે અયોગ્ય કે નકામા થયા હોય તેવા સ્ટેમ્પનુ રીફંડ મેળવી શકાય છે. રીફંડ મેળવવા માટે સ્ટેમ્પ ખરીદ્યાના છ માસમાં અરજી કરેલ હોય તો સ્ટેમ્પની કિંમતના આશરે ૧૦% રકમ કપાત કરીને રીફંડ મેળવવાપાત્ર છે. જો સ્ટેમ્પ ખરીદનાર વ્યકિત પોતે લાયસન્સદાર સ્ટેમ્પવેન્ડર હોય તો તેને કપાત કર્યા વગર સ્ટેમ્પની પુરેપુરી રકમ મળવાપાત્ર છે.

ખરીદેલ સ્ટેમ્પ બગડેલો હોય તથા રીફંડને પાત્રના સંજોગો. :

ધણી વખત ખરીદેલ સ્ટેમ્પ પેપર ઉપયોગમાં લેવાયા પહેલાં કે ઉપયોગ વખતે અથવા પછી બગડી જાય કે ઉપયોગ ન થઈ શકે તેવા સંજોગોમાં બગડેલા સ્ટેમ્પનુ રીફંડ મળી શકે છે.

૧. સ્ટેમ્પ અજાણ્યા કે દુર્લક્ષથી ખરાબ થાય કે લેખ લખવામાં ભૂલ થાય તો તે રીફંડને પાત્ર છે.

૨. જો કોઈ દસ્તાવેજ થોડો કે પુરો લખાઈ ગયો હોય પરંતુ તેના ઉપર કોઈપણ પક્ષકારની સહી થયેલ ન હોય તેવા સ્ટેમ્પ.

૩. લેખ લખી આપનાર વ્યકિત લેખ કરી આપ્યાં પહેલા મૃત્યુ પામે અથવા અશકત હોવાને કારણે સહી કરી શકે નહી તેવા સ્ટેમ્પ.

૪. પહેલાં કરેલાં લેખ કાયદાની દ્રષ્ટીએ બરાબર હોય અને પાછળથી તદ્‌ન રદબાતલ હોવાનું માલુમ પડે ત્યારે.

૫. લેખના કરાર મુજબ કોઈ પક્ષકાર નાણાં ધીરવાની, કામ કરવાની, હોદ્દો સ્વીકારવાની ના પાડે ત્યારે તે કરાર ઉપયોગી ન બને ત્યારે.

ઉપરોકત સંજોગોમાં નં-૫ ની પરિસ્થિતિ અરજદારે લેખની તારીખથી બે મહિનામાં રીફંડ મેળવવા માટે અરજી કરવી જોઈશે. તથા સ્ટેમ્પ પેપર બગડેલો હોય કે તેમાં કોઈ પક્ષકારે સહી કરેલ ન હોય તેવા સ્ટેમ્પ પેપરની બાબતમાં લેખની તારીખથી ૬ મહિનાની અંદર અરજી કરીને રીફંડ મેળવી શકાય છે.

સ્ટેમ્પ બગડેલા અથવા ભૂલથી ઉપયોગ કરેલાં સ્ટેમ્પનું રીફંડ કેવી રીતે મળે ? :

૧. બગડેલા સ્ટેમ્પના તેવા જ પ્રકારના તેટલી જ કિંમતના બીજા સ્ટેમ્પ આપીને કલેક્ટરને રીફંડ આપે છે.

૨. માંગણી કરવામાં આવે અને યોગ્ય લાગે તો ઓથોરીટી તમને તેટલી જ કિંમતના બીજા કોઈ પ્રકારના સ્ટેમ્પ આપી શકે છે.

૩. ખાસ સંજોગોમાં ૧૦% કપાત કરીને રોકડ રકમ પરત કરી શકે છે.

Property Knowledge By Autoscale.

 

Tagged , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ,

About admin

One stop solution for real estate Developers. Vision to setup new benchmark in the field of real estate developers through just one click on our website.
View all posts by admin →

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *