ઘર ખરીદનારા માટે સરકારે મોટી રાહત જાહેર કરી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મધ્યમ આવક જૂથના લોકો માટે કાર્પેટ એરિયા 323થી 430 ચો. ફૂટ સુધી વધારીને 1614 ચો. ફૂટ સુધીનો કરી દીધો છે. આથી એફોર્ડેબલ હાઉસીંગ સ્કીમમાં મોટા ઘર પણ આવી શકશે.
આથી લગભગ 80 ટકા ખરીદદારોને ફાયદો થશે. યોજના 1 જાન્યુઆરી, 2017થી અમલી બની હતી.
યોજનામાં MIG-1 કેટેગરી હેઠળ રૂપિયા 9 લાખ સુધીની હોમ લોન પર 4 ટકા અને એમઆઈજી-2માં 12 લાખ સુધીની લોન પર 3 ટકાની છૂટ મળશે. રાહતથી 20 લાખની લોન લેનારને લગભગ 2.67 લાખ રૂપિયાની બચત થશે. કેન્દ્રીય કેબિનેટની ગુરુવારે મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો હતો.
વાર્ષિક 6 લાખથી 12 લાખ સુધીની આવકવાળા લાભ લેનારાઓને વ્યાજમાં 4 ટકા સબસિડી મળે છે. આવી રીતે MIG-2 કેટેગરી હેઠળ 12 લાખથી 18 લાખ સુધીની વાર્ષિક આવકવાળાઓને રૂપિયા 12 લાખ સુધીની લોન પર 3 ટકા વ્યાજ સબસિડી મળે છે. રાહતથી 20 વર્ષની લોન પર ખરીદનારના આશરે 2.67 લાખ રૂપિયા બચે છે. લોન રકમ વધુ છે તો તેને વધારાની રકમ પર વ્યાજમાં છૂટ મળતી નથી.
ઉદાહરણ માટે કોઇએ MIG-1 કેટેગરીમાં 20 લાખ રૂપિયાની લોન લીધી છે તો 9 લાખ રૂપિયા પર વ્યાજમાં 4 ટકા છૂટ મળશે. બાકીના 11 લાખ રૂપિયા પર બેન્કનો જે કોઇ પણ પ્રચલિત વ્યાજદર છે, લાગુ થશે. અન્ય એક શરત છે કે પતિ કે પત્નીના નામે પહેલા ઘર પર વ્યાજમાં રાહત મળશે. યોજના હાલમાં 2019ની 31 માર્ચ સુધી લાગુ રહેશે. સરકારે 2022 સુધી બધા શહેરી ગરીબોને ઘર ઉપલબ્ધ કરાવવાનું લક્ષ્ય રાખ્યું છે. હાલમાં શહેરી વિસ્તારોમાં પણ આશરે એક કરોડ ઘરોની અછત છે.
એમઆઇજી-2 : કાર્પેટ એરિયા 1184થી વધીને 1614 ચો. ફૂટ
શું હતું : 110 ચો. મીટર એટલે 1,184 ચો. ફૂટ સુધી કાર્પેટ એરિયાવાળા ઘર માટે વ્યાજ માં છૂટ મળતી હતી.
શું થયું : હવે 150 ચો. મીટર એટલે 1,614 ચો. ફૂટ સુધી કાર્પેટ એરિયાવાળા ઘર પર વ્યાજ માં છૂટ મળશે.
કેટલી છૂટ : ઘર ખરીદનારાઓની વાર્ષિક આવક રૂ.12 લાખથી 18 લાખ સુધી છે, તો રૂ.12 સુધીની લોન પર વ્યાજમાં 3% છૂટ.
એમઆઇજી-1 : કાર્પેટ એરિયા 968થી વધીને 1291 ચો. ફૂટ
શું હતું : 90 વર્ગ મીટર એટલે 968 વર્ગ ફૂટ સુધી કાર્પેટ એરિયાવાળાં ઘર માટે વ્યાજમાં છૂટ મળતી હતી.
શું થયું : હવે 120 ચો.મી. એટલે 1,291 ચો. ફૂટ ફૂટ સુધી કાર્પેટ એરિયાવાળા ઘર પર વ્યાજમાં છૂટ મળશે.
કેટલી છૂટ : ઘર ખરીદનારાઓની વાર્ષિક આવક રૂ. 6 લાખથી 12 લાખ સુધી છે, તો રૂ. 9 લાખ સુધી લોન પર વ્યાજમાં 4% છૂટ.
Property Knowledge By Autoscale.