દસ્તાવેજની નોંધણી બાબત : સ્થાવર મિલકતના બક્ષીસનામા, એકસો રૂપિયાથી વધુ કિંમતના હક્કને લગતા બિનવસીયતી લેખ તથા એક વર્ષથી વધુ સમયના પટ્ટાને લગતા દસ્તાવેજોની નોંધણી કરાવવી ફરજિયાત છે. જયારે સમાધાનખત, શેર, દસ્તાવેજ, ડિબેન્ચર, ગીરો પહોંચ જેવા દસ્તાવેજોને નોંધણીમાંથી મુકિત અપાવેલ છે. દસ્તાવેજની નોંધણી કોની પાસે કયાં કરાવી શકાય? : દસ્તાવેજોની નોંધણી સ્થાનિક સબરજીસ્ટ્રારની કચેરીમાં નોંધાવી શકાય છે. કોઈ ખાસ કારણ દર્શાવવામાં…