વસિયતનામું : વિલ અને વસિયતનામું ખૂબ પ્રચલિત શબ્દ છે. વિલ એટલે ઈચ્છા. દરેક વ્યક્તિને પોતાની ઈચ્છા હોય છે. સામાન્ય રીતે માનવ એના જીવનની સંધ્યાએ હોય ત્યારે એ પોતાનું વિલ બનાવે છે. એટલે કે પોતાની ઈચ્છા રજુ કરતો એક દસ્તાવેજ તૈયાર કરે છે. આમ તો વ્યક્તિએ પોતાની ઈચ્છા પ્રગટ કરવાં કોઈ કાયદાકીય શબ્દો કે જોગવાયની જરૂર પડતી નથી. વ્યક્તિ પોતાની ઈચ્છા પોતાના શબ્દોમાં, સમજાય એવી…