ઈન્ડેક્ષની નકલ એટલે સાદી ભાષામાં આપણે તેને અનુક્રમણિકા કહીએ છીએ. આપણે જ્યારે નાના હતા અને ભણતા હતા ત્યારે આપણે ગુજરાતી, અંગ્રેજી, હિન્દીની નિબંધની નોટબુકમાં ઈન્ડેક્ષ બનાવતા હતા જેમાં નિબંધનો અનુક્રમ નંબર, નિબંધ લખ્યાની તારીખ, નિબંધનું નામ, નિબંધના મળેલ માર્કસ, શિક્ષકની સહી… વિગેરે પ્રથમ પાને આવતું હતું. અહીં જે ઈન્ડેક્ષની વાત છે તે આ અનુક્રમણિકા સબરજીસ્ટ્રાર સાહેબની ઈન્ડેક્ષ છે અને…